મને તો બસ આમ જ…
17 Jan 2011 Leave a Comment
in સ્વરચિત (પદ્યાંશ) Tags: ઉતરાયણ, તુક્કલ, દોરી, પતંગ, પ્રતિકકાવ્ય, મને તો બસ આમ જ, વાયરો
વાયરો:
તને મારા સહારે ગગનમાં વિહર્યાનો,
મને તો બસ આમ જ રંગબેરંગી અવકાશી ગુલદસ્તો પાથર્યાનો આનંદ છે.
પતંગ:
તને અવકાશી કુરુક્ષેત્રમાં દાવ પેચ કર્યાનો,
મને તો બસ આમ જ ઊંચે ને ઊંચે ઉડ્યાનો આનંદ છે.
દોરી:
તને ઢીલ ને પછી તરત ખેંચ માર્યાનો,
મને તો બસ આમ જ ભૂ-નભ ને પ્રેમના તાંતણે જોડ્યાનો આનંદ છે.
તુક્કલ:
તને દોરીના માર્ગે સળગતો ભપકો કર્યાનો,
મને તો બસ આમ જ ઘોર અંધકારમાં પણ બળી જઇ ટમટમતા રહ્યાનો આનંદ છે.
- જગત અવાશિયા









આપના પ્રતિભાવો